Chairman's Message
Sahakar Mall
સહકાર મોલ ભારતનો સર્વપ્રથમ સહકારી ધોરણે શરૂ કરાયેલો શોપિંગ મોલ છે, જે નહીં નફો નહીં નુકશાન એટલે કે ‘સહકારિતા’ની ભાવનાથી ચલાવવામાં આવે છે. શ્વેતક્રાંતિના ઉદ્દગમસ્થાન એવા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે પેટલાદ-સોજિત્રા તાલુકા
ખરીદ-વેચાણ સંઘ દ્વારા સ્થાપવામાં આવેલા સહકાર મોલમાં કેન્દ્રસ્થાને ખેડૂતો છે, એટલું જ નહીં સહકાર શોપિંગ મોલમાં થનાર નફામાં પણ ખેડૂતો સહભાગી બની રહ્યા છે.
સહકાર મોલનો ઉદ્દેશ્ય ખેડૂતો સહિત સામાન્ય લોકોને સહકારી ધોરણે એક જ છત હેઠળ અનાજ કરિયાણુંની સાથે મૂળભૂત ઘર અને વ્યક્તિગત ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદાન કરવાનો છે.
સહકાર મોલમાં ઘર ઉપયોગીતાના ઉત્પાદનો- જેમાં ફૂડ, ટોયલેટરીઝ, બ્યુટી પ્રોડક્ટસ, અનાજ કરિયાણાની વસ્તુઓ સાથે ખેતી માટેની જરૂરી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
સહકારી ધોરણે શરૂ કરાયેલા સહકાર મોલની વિશેષતા એવી છે કે ખેડૂતો પાસેથી સિઝન પ્રમાણે કૃષિ ઉત્પાદનો જેવા ઘઉં, બાજરી, ડાંગર, રાઇ અને કઠોળ વગેરેની સીધી ખરીદી કરીને તેનું ગ્રેડીંગ અને પેકીંગ કરીને વેચાણ કરવામાં આવે છે.
સહકાર મોલનું સંચાલન ધી પેટલાદ-સોજીત્રા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ. દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Contact Us